બુધવાર, 7 ઑક્ટોબર, 2020

વિદ્યાદાન પ્રોજેક્ટ અમલીકરણ બાબત

 વિદ્યાદાન પ્રોજેક્ટ



➡️      વિદ્યાદાન પ્રોજેક્ટ બાબત લેટેસ્ટ પરીપત્ર

➡️      શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા one nation, one platform ની વાત રજૂ કરવામાં આવી છે. જેમાં દિક્ષા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે.
➡️     આ ઉપરાંત વિવિધ તજજ્ઞો તરફથી ગુણવત્તાયુક્ત ઇ- માટેરિઅલ મેળવવા આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવે છે.તથા TPD 
➡️     આ માટે gcert દ્વારા Diksha અંતર્ગત ETB કોર્ષનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે.
➡️     આ માટે જે તે પાઠ્યપુસ્તકો મા મુકવામાં આવેલ QR કોડ સંદર્ભે ઇ-મટેરિઅલ જોડવાની જરૂરિયાત જણાતા આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેથી ગુજરાતના જે તે વિષયના તજજ્ઞ મિત્રોનો લાભ તમામને મળી રહે.
➡️    વિદ્યાદાન પ્રોજેક્ટ મા કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પોતાનું ઇ-કન્ટેન્ટ દાન કરી શકે છે. જિલ્લાના શિક્ષકો, SRG, BRC, CRC કોઈપણ દ્વારા બનાવવામાં આવેલ શૈક્ષણિક સામગ્રીને ઇ-કન્ટેન્ટ સ્વરૂપે વિદ્યાદાન અંતર્ગત દાન કરી શકે છે.
➡️    જે કન્ટેન્ટ એપ્રુવ થશે તે દિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત પા.પુ. મા મુકવામાં આવશે. અથવા શૈક્ષણિક કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે.






રવિવાર, 4 ઑક્ટોબર, 2020

B.Ed in Dr. Babasaheb Ambedkar Open University (BAOU) -2020

 


in BAOU 



📢 ચાલુ નોકરીએ બી.એડ. કરવા માંગતા શિક્ષકો માટે ઉત્તમ તક......

📢 આ અભ્યાસક્રમ પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ સેવારત શિક્ષકોના અસરકારક અધ્યયન-અધ્યાપન ની પ્રક્રિયા માટે તેમણે આવશ્યક એવા કૌશલ્યો અને ક્ષમતાઓ વિકસાવવાનો છે. 

📢 આ અભ્યાસક્રમને કુલ પાંચ જૂથ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે.  સમગ્ર અભ્યાસક્રમ કુલ 72 ક્રેડિટ ધરાવે છે.  

જૂથ A - ફરજિયાત પાઠયક્રમ 

જૂથ B - વિષયવસ્તુ આધારિત પદ્ધતિશાસ્ત્રના પાઠ્યક્રમો 

જૂથ C - ફાઉન્ડેશન પાઠ્યક્રમો 

જૂથ D - વૈકલ્પિક પાઠ્યક્રમો 

જૂથ E - પ્રાયોગિક પાઠ્યક્રમો 

📢 આ અભ્યાસક્રમ કોર્ષ કરવા માટે પ્રવેશ પરીક્ષા ફરજિયાત છે. 

📢 પ્રવેશ પરીક્ષા આપવા માટે BAOU ની સાઇટ પર ઓનલાઈન આવેદન કરવાનું રહે છે. 

📢 આ અભ્યાસક્રમ માટે ગુજરાતમાં કુલ 10 સેન્ટર આપવામાં આવ્યા છે. જેમાં 3 સેન્ટર અમદાવાદમા પછી મુંદ્રા, પેટલાદ , Aliyabada, રાધનપુર, મોડાસા , સુરત અને સુરેન્દ્રનગર. 

📢 શિક્ષક સેવારત હોય તો જ આ અભ્યાસક્રમ માં જોડાઈ શકે છે. 

📢 પ્રવેશ પરીક્ષા બાદ મેરીટ ના આધારે સિલેકસન અને સેન્ટર પસંદગીનો લાભ મળે છે. 

📢 મેરીટ ના આધારે પસંદગી પામ્યા બાદ પસંદ કરેલા સેન્ટર પર પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાનો રહે છે. 

📌 ઓનલાઈન આવેદન કરતાં પહેલા ઇ-પિન મેળવાવાનો રહે છે. 


👉  Advertisement





          મનુષ્ય એ આજીવન શીખતો રહે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમા પોતાના વ્યવસાય, કાર્ય, કાર્યક્ષેત્ર, સમાજ અને વ્યવહાર માંથી અનુભવો ના આધારે શીખતો રહે છે. મતલબ કે મનુષ્ય એ આજીવન શીખતું પ્રાણી છે. આ અનુભવો તેના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે કારણભૂત બને છે. 
        આ બાબતમાં જો શિક્ષકના વ્યવસાયની વાત કરવામાં આવે તો શિક્ષક ટુ-વે માં કામ કરે છે એમ કહી શકાય. શિક્ષક પોતાના જીવનમાં હંમેશા શીખતો પણ રહે છે. શીખવતો પણ રહે છે. એક સારા અને સાચા શિક્ષક વ્યક્તિત્વએ પોતાને ઉપડેટ રાખવા માટે ઘણી મહેનત અને લગનથી કૈક નવું શીખવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.
            આવા ઉત્સાહી શિક્ષકો માટે પોતાની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને કૌશલ્યો મા અસરકારક વિકાસ કરવા માટે બી.એડ. નો આ કોર્ષ પ્લેટફોર્મ પૂરું પાડશે. આશા છે કે બી.એડ. કરેલા ઇન સર્વિસ શિક્ષકો માટે પણ આવો એમ.એડ. નો દુરવર્તી કોર્ષ ગુજરાત મા ચાલુ થાય.
                 ……………………આભાર……………………