શનિવાર, 17 ઑક્ટોબર, 2020

Microsoft Teams નો ઉપયોગ અને સમજૂતી

Microsoft Teams

  • કોરોના મહામારીના સમયમાં આખા વિશ્વ અને આપના દેશમાં સૌથી મોટો યક્ષ પ્રશ્ન એક જ છે કે દેશની ભાવિ પેઢીને આવા કપરા સમયમાં શિક્ષણ કેવી રીતે આપવું? 
  • જો દેશનું ભવિષ્ય એવા બાળકોને આવા સમયે ઉપડેટ રાખવામા ન આવે તો દેશ અને સમાજને ભવિષ્યમાં ઘણું નુકશાન થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. 
  • દેશની ભાવિ પેઢીની રક્ષા કરવા માટે વિશ્વના તમામ દેશો પોતાના પ્રયત્નો કરે છે. જેમાં ભારતમાં પણ સરકાર ધ્વારા બાળકોને ઘરે રહીને શિક્ષણ આપવાના ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. 
  • Related Post
  • હોમ લર્નિંગ બાબતે જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં DD ગિરનાર પર પ્રસારિત થતાં  ધોરણ મુજબ અને અભ્યાસક્રમ મુજબના કાર્યક્રમો, યુ-ટ્યુબ ના માધ્યમ થી વિડીયો પ્રસારણ, ઘરે શિખીએ ની પુસ્તિકા, પા.પુ. નું વિતરણ, ઘરે રહીને બાળકના મૂલ્યાંકન માટે એકમ કસોટીનું આયોજન, DIKSHA એપ ધ્વારા બાળકો; વાલીઓ તેમજ શિક્ષકોની તાલીમ વગેરે નો સમાવેશ થાય છે. 
  • આ તમામ માધ્યોમોની મર્યાદા એક જ છે, કે આ તમામ માધ્યમોમાં પ્રત્યાયનનો અભાવ છે. આ માધ્યમોમાં આદાન-પ્રદાન ની પ્રક્રિયા થઈ શકતી નથી.  
  • Related Post
  • આ માટે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ધ્વારા  Microsoft Teams  ના  ઉપયોગ ધ્વારા બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં બાળકો ઘરે રહીને મોબાઈલ ના માધ્યમથી પોતાના વર્ગ શિક્ષક અને વિષય શિક્ષક સાથે ઓનલાઈન એક-બીજા સાથે આદાન-પ્રદાનની પ્રક્રિયા સાથે શિક્ષણ કાર્ય કરી શકે છે. 
  • આ પોસ્ટમાં આપણે આજે Microsoft Teams ના ઉપયોગના સરળ સ્ટેપ જોઈશું. 
  • Microsoft Teams ના ઉપયોગ ધ્વારા વર્ગ શિક્ષક કે વિષય શિક્ષક જે તે ધોરણના તમામ બાળકોની ટિમ બનાવી તેમને એક સાથે જોઇન કરી શકે છે. બાળકો આપેલ સમય મુજબ જોઇન થઈને પોતાના ઘરે રહીને પોતાના મોબાઈલ ધ્વારા જોડાય શકે છે. 
  • Related Post
  • શિક્ષણ વિભાગ ધ્વારા ગુજરાતનાં તમામ બાળકો અને શિક્ષકોનો ડેટા Microsoft Teams મા ઉપલોડ કરી દેવામાં આવ્યો છે. તેમજ તમામ બાળકો અને શિક્ષકોના યુસર આઈ.ડી. અને પાસવર્ડ પણ ક્રિએટ કરી દેવામાં આવ્યા છે. જેથી તમામ બાળકો અને શિક્ષકો સરળતાથી લોગ ઇન થઈ આ એપનો ઉપયોગ કરી શકે.
  • માઈક્રોસોફ્ટ ટીમ્સ એપના ઉપયોગ માટે નીચે આપેલ PDF ડાઉનલોડ કરી તેમાં આપેલ સ્ટેપ મુજબ અનુસરો અને ઓનલાઇન ક્લાસીસ શરૂ કરો.
  • બાળકોના શિક્ષણ કાર્યના મહાયજ્ઞમાં આપ સૌને શુભકામનાઓ...
  • >>>> સૌ પ્રથમ microsoft teams app ડાઉનલોડ કરો. 



માઈક્રોસોફ્ટ એપ ઉપયોગના સ્ટેપ અને સમજૂતી માટે આ PDF ફાઇલ ડાઉનલોડ કરો....
👇



     

રવિવાર, 11 ઑક્ટોબર, 2020

ઓનલાઈન કસોટી , ધોરણ 2 - ગણિત : એકમ 15 ( શું છે લાંબુ, શું છે ગોળ ? )

  


નવોદય વિદ્યાલય પરીક્ષા 2020 ની ગુજરાતીમાં ગાઈડલાઈન 

                 💥  બાળકોને મોબાઈલમાં મજા અને મસ્તી સાથે શિક્ષણ મળે તે હેતુથી, બાળકોને ઘરે જાતે મૂલ્યાંકન કરી શકે તે માટે અહીં ધોરણ 1,2 ની કસોટી આપેલી છે. જેમાં જબાવો આવી સબમિટ કરતા પરીણામ પણ તૈયારીમાં જોઈ શકાય છે. હાલ કોરોના મહામારી ના સમય મા બાળકોને શિક્ષણ આપવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય બની રહ્યું છે.

         📌 બાળકો ને હાલ મોબાઇલ , કોમ્પ્યુટર અને ટેબલેટ જેવા ડિજિટલ ડિવાઈસ ખૂબ જ પસંદ છે. બાળકોની આ જ પસંદ ને ધ્યાનમાં રાખી જો તેના દ્વારા શિક્ષણ આપવામાં આવે તો બાળકને મજા આવી શકે છે.

                     Related post 

          📌 બાળકોને રમત અતિ પ્રિય છે. પછી તે જો મોબાઈલમાં રમવાની વાત હોય તો તો પૂછવું જ શુ? બાળકોને મોબાઈલમાં કે ટેબલેટમાં ગેમ રમવી ખૂબજ પસંદ હોય છે. આથી જો મોબાઈલમાં જ બાળકોના અભ્યાસક્રમ મુજબ ગેમ તૈયાર કરી રમવા આપવામાં આવે તો બાળક હોંશે-હોંશે રમશે.

        📌  મોબાઈલમાં શિક્ષણ માટે તૈયાર કરવામાં આવેલી કસોટી કે ગેમ , રમત દ્વારા અઘ્યયન નિષ્પતિ સિદ્ધ કરવામા સરળતા આપાવે છે. બાળકને પોતાના મનપસંદ કાર્ય દ્વારા શિક્ષણ મેળવવાની મજા આવે છે.

Related post 

         📌  અહીં ધોરણ 1 અને 2 માટે ઓનલાઇન કસોટી બનાવવામાં આવી છે. જેમાં બાળક વાલીની મદદથી સાચા જવાબ આપી શકે છે. ક્યારેક બાળક પોતે મદદ વિના પણ કસોટી આપી શકે છે. ટેસ્ટ પુરો કર્યાના તુરંત બાદ જ પરીણામ પણ જોઈ શકાય છે.

         કસોટી માટે ક્લિક કરો 👇

ઓનલાઈન કસોટી , ધોરણ 2 - ગણિત : એકમ 15 ( શું છે લાંબુ, શું છે ગોળ ? )


    👉   વધુ કસોટી માટે ક્લિક કરો >>>>>>>>  ઓનલાઈન કસોટી