બુધવાર, 30 સપ્ટેમ્બર, 2020

હોમ લર્નિંગ - ઓક્ટોબર 2020

ઓક્ટોબર 2020

✏️ કોરોના મહામારીના સમયમાં બાળકો ઘરેથી શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા DD ગિરાનાર અને અન્ય માધ્યમોથી બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે.

✏️  બાળકો પોતાના ધોરણના અભ્યાસક્રમ મુજબ તેમજ અધ્યયન નિષ્પત્તિ અનુસાર પોતાનું શિક્ષણ મેળવી શકે તે માટે ધોરણ 1 થી 12 સુધીના તમામ વિષયો માટે શ્રેષ્ઠ તજજ્ઞ મિત્રો દ્વારા પાઠ તૈયાર કરી રજૂ કરવામાં આવે છે.

✏️ આવા કપરા સમયમાં બાળકો પોતાના ઘરેથી મોબાઈલ, ટી.વી., કોમ્પ્યુટર જેવા માધ્યમોથી પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે તે માટે એક સુચારુ કાર્યક્રમ દર માસે અગાઉથી તૈયાર કરવામાં આવે છે.

✏️  હોમ લર્નિંગ કાર્યક્રમથી બાળકો શાળાએ ન આવવા છતાં પોતાના વિષયોમાં પોતાની શક્તિ અનુસાર શિક્ષણ મેળવી શક્યા છે. જેમાં વાલીઓનો પણ ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે.

✏️  શિક્ષક મિત્રો દ્વારા ટેલિફોનિક તેમજ રૂબરૂ સંપર્ક દ્વારા બાળકોના શિક્ષણ માટે પ્રયત્નો કરવા આવી રહયા છે. દર માસની જેમ આ માસે પણ દરેક ધોરણ માટે હોમ લાર્નિંગનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. આશા છે વિદ્યાર્થીઓ, શિક્ષકો , વાલીઓ તેમજ સમાજ આ કપરા સમયમાં દેશની ભાવી પેઢીના ભવિષ્ય માટે હંમેશા કાર્યરત રહેશે...

👉ઓક્ટોબર માસના કાર્યક્રમ માટેનો  પરિપત્ર માટે ક્લિક કરો

👉કાર્યક્રમ જોવા માટે > ધોરણ 1,2, ધોરણ 3થી5, ધોરણ 6થી8



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો