સોમવાર, 31 ઑગસ્ટ, 2020

ઓનલાઇન કસોટી, ધોરણ 1,2

   


           બાળકોને મોબાઈલમાં મજા અને મસ્તી સાથે શિક્ષણ મળે તે હેતુથી, બાળકોને ઘરે જાતે મૂલ્યાંકન કરી શકે તે માટે અહીં ધોરણ 1,2 ની કસોટી આપેલી છે. જેમાં જબાવો આવી સબમિટ કરતા પરીણામ પણ તૈયારીમાં જોઈ શકાય છે. હાલ કોરોના મહામારી ના સમય મા બાળકોને શિક્ષણ આપવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય બની રહ્યું છે.

          બાળકો ને હાલ મોબાઇલ , કોમ્પ્યુટર અને ટેબલેટ જેવા ડિજિટલ ડિવાઈસ ખૂબ જ પસંદ છે. બાળકોની આ જ પસંદ ને ધ્યાનમાં રાખી જો તેના દ્વારા શિક્ષણ આપવામાં આવે તો બાળકને મજા આવી શકે છે.

           બાળકોને રમત અતિ પ્રિય છે. પછી તે જો મોબાઈલમાં રમવાની વાત હોય તો તો પૂછવું જ શુ? બાળકોને મોબાઈલમાં કે ટેબલેટમાં ગેમ રમવી ખૂબજ પસંદ હોય છે. આથી જો મોબાઈલમાં જ બાળકોના અભ્યાસક્રમ મુજબ ગેમ તૈયાર કરી રમવા આપવામાં આવે તો બાળક હોંશે-હોંશે રમશે.

          મોબાઈલમાં શિક્ષણ માટે તૈયાર કરવામાં આવેલી કસોટી કે ગેમ , રમત દ્વારા અઘ્યયન નિષ્પતિ સિદ્ધ કરવામા સરળતા આપાવે છે. બાળકને પોતાના મનપસંદ કાર્ય દ્વારા શિક્ષણ મેળવવાની મજા આવે છે.

           અહીં ધોરણ 1 અને 2 માટે ઓનલાઇન કસોટી બનાવવામાં આવી છે. જેમાં બાળક વાલીની મદદથી સાચા જવાબ આપી શકે છે. ક્યારેક બાળક પોતે મદદ વિના પણ કસોટી આપી શકે છે. ટેસ્ટ પુરો કર્યાના તુરંત બાદ જ પરીણામ પણ જોઈ શકાય છે.

        

☀️ કસોટી માટે  અહીં ક્લિક કરો 👉 --- 1)  અહીં ક્લિક કરો

                                                          2) અહીં ક્લિક કરો

                                                          3) અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો